બોલિવૂડ સિંગર નેહા કક્કરને તાજેતરમાં જ પતિ રોહનપ્રીત સિંહ સાથે મુંબઈના બાંદ્રામાં સ્પોટ કરવામાં આવી હતી. નેહા રોહન સાથે ખરીદી માટે આવી હતી, જ્યારે તેમની તસવીરો કેમેરામાં કેદ થઈ હતી. જે તસ્વીરો ખુબ જ વાઈરલ થઇ રહી છે અને તેની પાછળનું એક જબરદસ્ત કારણ પણ છે…

Image Credit

નેહા પતિનો હાથ પકડીને ફરતી જોવા મળી હતી, નેહા બ્લેક કલરનું લૂઝ ટી-શર્ટ પહેરેલી હતી અને ટ્રાઉઝર પહેરેલી હતી તે જોઈને લાગી રહ્યું હતું કે નેહા કદાચ કોઈ સારા સમાચાર આપી રહી છે. આ તસ્વીરો જોઇને લોકો નેહા પ્રેગ્નેટ હોવાનો અંદાજો લગાવી રહ્યા છે. બંને સાથે ખુબ જ ખુશ લાગી રહ્યા છે.

Image Credit

નેહા મુંબઇના બાંદ્રામાં એક દુકાનની સામે જોવા મળી હતી. આ દરમિયાન તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. આ જોડી એક બીજાનો હાથ પકડી ખૂબ જ સુંદર લાગી રહી હતી. સોશિયલ મીડિયા પર પણ તેની આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે, તેના ચાહકો પુછે છે કે શું નેહા ગર્ભવતી છે. વારંવાર લોકો ગર્ભવતી હોવાની શંકા કરી રહ્યા છે.

Image Credit

નેહા થોડા દિવસો પહેલા રજા બાદ મુંબઇ પરત આવી છે, તે દરમિયાન તે રોહનપ્રીત સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. નેહાએ ત્યારે પણ લૂઝ ટી-શર્ટ પહેરી હતી. ત્યારબાદ નેહાની ગર્ભાવસ્થા અંગે પ્રશ્નો ઉભા થયા છે. જો કે નેહાએ હજુ કોઈ સારા સમાચાર વિશે વાત કરી નથી પરંતુ તેનો લૂક જોઇને લોકો પ્રશ્નો કરી રહ્યા છે.

Image Credit

નેહા થોડા દિવસોથી ઇન્ડિયન આઇડોલના શોમાં પણ હાજર નથી. આ શોમાં નેહા જજ કરતી જોવા મળી રહી છે. હાલમાં તેણે કામ પરથી રજા લીધી છે. પાપારાઝીનો અવાજ ઉઠાવતી વખતે, નેહાએ પણ તેમને જવાબ આપ્યો અને તે તેમને થમ્સ-અપ કરતી જોવા મળી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.