મેટ્રોમાં મુસાફરી કરતી વખતે સીટ મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. જો તમને બેઠક મળે છે, તો પોતાને ભાગ્યશાળી માને છે. કેટલાક લોકો બેઠક મેળવવા માટે રાહ જોતા નથી, તેના બદલે તેઓ કોઈપણ રીતે બેઠક મેળવવા માંગે છે. જો કે આપને જોતા હોઈએ છીએ કે બસ કે ટ્રેનમાં ભીડ વધારે હોવાથી બધા લોકોને બેસવાની જગ્યા મળતી નથી. એવામાં ઘણી વખત સીટ મેળવવા માટે લોકો માથાકૂટ પણ કરે છે.

Image Credit

ઘણા લોકો આ માટે રણનીતિ અપનાવવામાં અચકાતા નથી. આવો જ કિસ્સો ચીનથી પ્રકાશમાં આવ્યો છે. જો કે આપના ભારતમાં પણ આવા લોકો છે જે સીટ મેળવવા માટે ચાલાકી પણ કરી શકે છે અને દાદાગીરી પણ કરે છે. પરંતુ આજે આપને વાત કરવાના છીએ તે ઘટના ચીનની છે. જો કે દુનિયાના બધા દેશોમાં આવા લોકો હોય જ છે જે નાની નાની વાતોમાં મોટો ઝગડો કરવા તૈયાર થઇ જાય છે. ચાલો જાણીએ ઘટના શું છે…

Image Credit

ચીનના નાનજિંગ શહેરમાં આવેલી મેટ્રો ટ્રેનમાં આવી ઘટના સામે આવી કે તમે વિચારવા મજબૂર થશો. એક યુવકે ચાઇનીઝ સબવે પર એક મહિલાને તેની બેઠક આપવાનો ઇનકાર કર્યો હતો. યુવકે ના પાડી પછી પણ તે સ્ત્રી પુરુષની ખોળામાં બેસી ગઈ. હવે આ જોઇને યુવક ને શરમ તો આવવાની જ છે. મહિલા પણ શરમ છોડીને સીટ ન આપતા યુવકના ખોરામાં બિન્દાસ બેસી ગઈ.

Image Credit

મહિલાની આ કૃત્યથી યુવકને ખૂબ જ આશ્ચર્ય થયું, પણ સ્ત્રી આરામથી તેની ખોળામાં બેસી ગઈ. આ અનોખી ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. ચાલો તમને જણાવી દઈએ કે મહિલાએ તે યુવક સાથે બેઠક માટે ઘણી દલીલ કરી હતી, પરંતુ તે બેઠક વરિષ્ઠ નાગરિકો માટે અનામત હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.